લડનારા છે
મરનારા છે.
ખુદનું ધાર્યું
કરનારા છે.
જંગ જામે
કૂદનારા છે.
માથું કાપી
ધરનારા છે.
પીડ પરાઈ
હરનારા છે.
સામા પૂરે
તરનારા છે.
વચન દઈને
ફરનારા છે.
ગુરુ વચને
જીવનારા છે.
બોલી બોલી
મરનારા છે.
કામ કરીને
સૂનારા છે.
ઉજળાં કામો
કરનારા છે.
મિશન માટે
મરનારા છે.
No comments:
Post a Comment