Wednesday, November 13, 2024

ગઝલ

હૂંડીને મેં સ્વીકારી છે,
શામળિયો આભારી છે.

એ રાતોની વાત કરું શું,
રોતા રોતા ગુજારી છે.

હાથ કર્યો છે લાંબો મતલબ
માંગવાની બિમારી છે.

ગ્રહી લીધો હાથ મેં તો
ગઝલ કાચી કુંવારી છે.

મુખર રહું કે મૌન ધરું હું,
સાલી રોજ મગજમારી છે.

પુરુષોત્તમ જાદવ

No comments:

Post a Comment