Wednesday, November 13, 2024

જે ભીમ બોલો !




ભીડ પડઅ તો ભાગી જૈશું, જે ભીમ બોલો !
ખૂટી પડઅ તો માગી લૈશું, જે ભીમ બોલો !

જોં પેહાડઅ પેહી જૈશું, જે ભીમ બોલો !
જોં બેહાડઅ બેહી જૈશું, જે ભીમ બોલો !

જાણઅ ઉતારઅ ઉતરી જૈશું, જે ભીમ બોલો !
પોંણી જેવું મૂતરી જૈશું, જે ભીમ બોલો !

તરવેર જેમ ખેંચઈ જૈશું, જે ભીમ બોલો !
અચેક કરતા વ્હેંચઈ જૈશું, જે ભીમ બોલો !

અમનઅ થોડું આલો બાપા, જે ભીમ બોલો !
હાથ અમારો ઝાલો બાપા, જે ભીમ બોલો !

અમી તમારી ઓંખડી બાપા, જે ભીમ બોલો !
ફૂલ નૈં તો પોંખડી બાપા, જે ભીમ બોલો !

રુદિયે તમારા વસી જઈએ, જે ભીમ બોલો !
પસઅ હલકઅ રઈનઅ ખસી જઈએ, જે ભીમ બોલો !

No comments:

Post a Comment