Wednesday, November 13, 2024

ના સોડયું


અલ્લારખા અમથાભાઈ ચૌહાણ (કલોલવાળા)
ગિલ્બર્ટભાઈ ગોબરભાઈ ખ્રિસ્તી (બલોલવાળા)
ધર્મસેન ધુળાભાઈ ધર્મદર્શી (અલુવાવાળા)
ઈના કરતઅ ખોટા હતા - 
શના રેવા (ચલુવાવાળા)?

બાબા બોલ્યા - ગોંમ સોડો 'લ્યા ! 
અમે હમજ્યા - નોંમ સોડો 'લ્યા ! 
નેનું-મોટું હઉ દોડ્યું 'લ્યા, 
હારું-ખોટું બઉ સોડ્યું 'લ્યા.

સોતરાં કાઢો,
ફોતરાં પાડો..
દોડો.. દોડો..
સોડો.. સોડો..
ઉતા' કરો 'લ્યા !

ભઈ સોડ્યા, ભોંડું સોડ્યા, 
માવતરનાં સોડ્યાં નોંમ.
સગાં સોડ્યાં, સાથી સોડ્યાં,  
પરભારા સોડ્યાં રોમ ! 

વળજ્યું એટલું 
ઓમ્મ સોડયું...
દિયોરનું ના સોડયું ગોંમ !
હાળું ના સોડયું ગોંમ !.
હાય ! ના સોડયું ગોંમ !..

No comments:

Post a Comment