લળીલળીને તું
કેટલું લળીશ?
વળીવળીને તું
કેટલું વળીશ?
તેલ જેવી જાત
તારી ભૂલી ગયો?
ભળી ભળીને તું
કેટલું ભળીશ?
દેશ વેશ સાવ
જુદાં આપણા
હળીહળીને તું
કેટલું હળીશ?
પાવયનું અહી કોણ
ખાય છે?
રળી રળીને તું
કેટલું રળીશ?
ઊગતા સૂર્યનો દેશ
આપણો
ઢળી ઢળીને તું
કેટલું ઢળીશ?
No comments:
Post a Comment