હળવળ – હળવળ થઇ
રયું લ્યા,
ચળવળ જેવું કરીએ.
ચડભડ- ચડભડ થઈ
રયું ‘લ્યા
ગડબડ જેવું કરીએ.
આટલું
ટાઢું?! હેમ જેવું ‘લ્યા ?!
ભડભડ જેવું કરીએ.
વા વાયો નં
નળિયું ખસ્યું ‘લ્યા ,
ખળભળ જેવું કરીએ.
એક વેલાનાં- હું
નં તું ‘લ્યા
લઢ –વઢ જેવું
કરીએ.
No comments:
Post a Comment