વોટ એટલઅ
કુનઅ મનઅ પુસઅ
સઅ?
એ તો ભઈ, જેવો
લેનાર નઅ જેવો આલનાર .
વોટ એટલઅ ચવોણું
પચા કઅ હો,
અડધી ચા નં ગલાસ
પોણી
ગડી બીડી નં પેટી
એક.
વળી ધુમાડા
ધોળીના !
અચેક પોટલી- હળી
મારેલી!
નં ઉપર નવટોંક
ચીખી સેવો.
વોટ એટલઅ ટેસડો !
ચોંક વળી ધોતી નં
ચોંક હાડી .
ચોંક વર પેરઅ નં
ચોંક લાડી .
વોટ એટલઅ ભર્યું –પૂર્યું
દે’જ !
વોટ એટલઅ ટેકરાવાળો
વાહ.
મેલો-ઘેલો-ગંધાતો,
નાગોપૂગો.
પેલઅ તો પોંચ
વરસે થતી મુલાકાત.
અવઅ વરસે વરસે .
વોટે દિયોર ,
જબરું કર્યું સઅ !
વાહમં ઓન્તા ઉપર
ઓન્તા
નં ફોંટા ઉપટ
ફોંટા!
જુભ ભેળાં
ટોનતેયા ય ઘહઈ જાય .
પણ હું થાય?
ભઇ-બાપા કરવું
પડઅ.
દા’ડો હોય કઅ રાત , જવું પડઅ.
શેટઅ તો શેટઅ ,
ટેકરે હોય કઅ હેઠઅ .
વોટે દિ...યોર ,
જબરું કર્યું સઅ !
વોટ એટલઅ પાયલાગણ
કુણ દાતા નં કુણ
માગણ .
વોટ એટલઅ થોડાં
બોરાં
નં વળતમં કલ્લી
આ તો વોટ સઅ
જળવાય એટલું
જાળવવું પડઅ.
ચળાય એટલું ચાળવું પડઅ.
ઘોડું હોય કઅ
ગધાડું – જાતવોન જોવઅ.
દશેરાના દાડઅ
દોડવું જોવઅ.
વોટ એટલઅ પડીકઅ
જીવ.
ફફડતું મૂન !
ચારેકોર
ભેંકાર... ભડાકા .
નાગી તરવેરો નં
ધૈડ ધૈડ ભડાકા.
ચૂં ક ચા.
થપ્પા પર થપ્પા.
ગપ્પાં પર
ગપ્પાં.
ભારે મતદોન નં
એકંદરે શોન્તી!
વોટ એટલઅ
ખરાખરીના ખેલ,
ઘરના દીવા નં
ઘરનું તેલ!
કોંય હમજ્યો ભઇ?
વોટ એટલઅ કુણ ?
વોટ એટલઅ સું?
વોટ એટલઅ હું નં
વોટ એટલઅ તું!
No comments:
Post a Comment