Saturday, April 14, 2018

ઓ કાળમીંઢ પથ્થરો!


કાળમીંઢ પથ્થરો!
ભલે તમે
ઘેરી લો મને - દસે દિશાઓથી ને
રસ્તો રોકો મારો,
કાળમીંઢ પથ્થરો!

ભલે તમે રાખો ભરમ
અડગ ને અવિચળ હોવાનો
ને કર્યા કરો હું-કારો,
કાળમીંઢ પથ્થરો!

પણ હું છું ખારીલા પાણી જેવો.
તોડી નાખીશ,
ફોડી નાખીશ,
ભાંગી ને  કરીશ ભુક્કો તમારો.
કાળમીંઢ પથરો!

No comments:

Post a Comment