તારી મારી વાત
લખું છું
કાજળઘેરી રાત
લખું છું.
વસ્તર મારું
ફાટ્યું તૂટ્યું
ઉપસે એવી ભાત
લખું છું.
મખમલ મખમલ શબ્દો
છોડી
લખવામાં આઘાત
લખું છું.
સાચેસાચી આખેઆખી
વાતમહીં ઉત્પાત
લખું છું.
હું આગળ , તું
પાછળ પાછળ
ડગલાં આખાં સાત
લખું છું.
No comments:
Post a Comment