અડધાં પહેર્યાં
નઅ અડધાં નાગાં સઅ
હોય ભઈ હાચવજો,
હગાં સઅ.
હોંકડા મનમં
પેહાશે? ચોં જગા સઅ?
હોય ભઈ હાચવજો,
હગાં સઅ.
લીલી પીળી અદેખઈ
નઅ , ભેનાં ભેનાં દગા સઅ,
હોય ભઈ હાચવજો,
હગાં સઅ.
મેશી, મૂજી,
મેશાળા- પણ પાઘડીનાં છોગાં સઅ,
હોય ભઈ હાચવજો,
હગાં સઅ.
કોઈ ડાહ્યાં, કોઈ
ગોંડા, મગાં ભેળાં ભગા સઅ ,
હોય ભઈ હાચવજો,
હગાં સઅ.
No comments:
Post a Comment