જોજે!
આજ નહીં તો કાલ જોજે
બદલાશે આ હાલ, જોજે!
બેઠાં છે જે મૌન ધરીને
,કરશે સો સો સવાલ, જોજે!
શબ્દો છે બીજ ખુમારીનાં,
ઉતરશે એનો ફાલ, જોજે!
ચાલ ભસ્મીભૂત કરી દઉં ,
આવશે પહેલો ખ્યાલ, જોજે!
કવિ, બેસીને
ભીમચરણમાં
કરતો રહેશે કમાલ,
જોજે!
No comments:
Post a Comment