નદીનું મૂળ અને
ઋષિનું કૂળ
પૂછાય નહીં.
ડાહ્યા માણસોએ કવિને પણ
ઋષિ કહ્યો છે.
હુંય કવિ.
પણ મને ખબર છે-
મારી કવિતા વિશે
કોઈ કશું નહીં
કહે.
પરંતુ મારાં કૂળ,
ગોત્ર, જાતિ વિશે
બધું જ કહેશે.
કદાચ કોઈ
પી.એચ.ડી.પણ થઇ જાય.
જ્યાં માણસ નહીં
જાતિ જન્મે છે એ ભૂમિમાં
કવિ હોવાની મારી
ધારણા
જીવન-મરણ વચ્ચે
ઝોલાં ખાઈ રહી છે.; ત્યારે –
કશું હા-ના થાય
એ પહેલાં –
હું પરસોત્તમ
બાબા
આથી જાહેર કરું
છું કે –
હું ધર્મે હિંદુ
ને
જાતનો વણકર છું.
ઉપર્યુક્ત હકીકતો
મારી જાણ
અને માન્યતા મુજબ
સંપૂર્ણપણે સાચી
છે.
-સાંભળો છો
દોસ્તો?
No comments:
Post a Comment