આ તો દિયોર ! હેંડવા મોંડ્યા, પગનું કાંક કરો !
આ તો દિયોર ! દોડવા મોંડ્યા, પગનું કાંક કરો !
એટલઅ તો બાયણું
કર્યું ‘તું આડું
અન હાંકળે માર્યું’તું તાળું,પણ
આ તો દિયોર ! પેહવા મોંડ્યા, પગનું કાંક કરો !
એટલઅ તો ધખાયો’તો
ધૂણો
કઅ પગનં લાગઅ લૂણો,પણ
આ તો દિયોર ! પોંચવા મોંડ્યા, પગનું કાંક કરો !
એટલઅ તો બોંઘી
રાખી’તી ચોટી
અનં હાથમાં રાખી’તી હોટી,પણ
આ તો દિયોર ! ભોંડવા મોંડ્યા, પગનું કાંક કરો !
એટલઅ તો બહુ મોટા
થ્યા’તા
અનં થવાય એટલા
ખોટા થ્યા’તા,પણ
આ તો દિયોર ! ચોડવા મોંડ્યા, પગનું કાંક કરો !
એટલઅ તો કીધા ભેદ, એક ઊંચો એક નેંચો
અનં ઓસું’તું તે વચમં ચણી
ભેંતો,પણ
આ તો દિયોર ! તોડવા મોંડ્યા, પગનું કાંક કરો !
No comments:
Post a Comment